નવી દિલ્હી: કોલસા કૌભાંડ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે. આ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રે(Former Central Minister Dilip Ray) સહિત ત્રણ દોષિતોને 3 વર્ષની જેલની સજા થઈ છે. 1999 ના ઝારખંડ કોલ બ્લોકમાં ગેરરીતિ સંલગ્ન એક કેસની સુનાવણી કરતા દિલ્હીની રાઉજ એવન્યુ કોર્ટે સજા સંભળાવી છે. કોર્ટે ત્રણેય દોષિતો પર 10-10 લાખનો દંડ ફટકાર્યો છે. જો કે તેમને તરત જામીન પણ મળી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત કેસમાં CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યું મોટું નિવેદન, BJPને ફેંક્યો મસમોટો પડકાર


શું છે મામલો?
અત્રે જણાવવાનું કે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી તત્કાલીન એનડીએ સરકાર વખતે દિલીપ રે કોલસા રાજ્યમંત્રી હતા. 1999માં ઝારખંડના ગિરિડીહમાં  બ્રહ્મડીહ કોલસા બ્લોકની ફાળવણીમાં થયેલી ગડબડીમાં તેમનું નામ આવ્યું હતું. 6 ઓક્ટોબરના રોજ વિશેષ સીબીઆઈ કોર્ટે દિલીપ રેને વર્ષ 1999માં ઝારખંડ કોલ બ્લોકની ફાળવણીમાં કથિત ગેરરીતિ સંબંધિત કોલસા કૌભાંડ મામલે દોષિત ઠેરવ્યા હતાં. હવે કોર્ટે આ મામલે સજા સંભળાવી છે. 


Corona Update: રસી આવતા પહેલા જ પછડાશે કોરોના?, વિગતો જાણી ખુબ રાહત અનુભવશો  


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube